સુવિચાર :- "વ્‍યકિતની સંપૂર્ણ વ્‍યકિતમત્તાનું પ્રગટિકરણ એટલે શિક્ષણ" - વિવેકાનંદ

મંગળવાર, 12 માર્ચ, 2013

          સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજયમાં પ્રાથમિક શાળાના બાળકોના સર્વાંગી તેમજ ગુણવતાયુકત પ્રાથમિક શિક્ષણ માટે વિવિઘ કાર્યક્રમો અમલમાં મુકવામાં આવે છે,તે પૈકી બાળકોને ઘોરણ ૧ થી ૪નુ શિક્ષણપ્રર્વતિ દ્વારા આપવા માટે  "પ્રર્વતિ દ્વારા જ્ઞાન" -પ્રજ્ઞા અભિગમ અમલમાં મુકવામાં આવેલ છે.


          ગુજરાતમાં જૂન ર૦૧૦થી ર૫૮ શાળાઓમાં ઘોરણ ૧ અને ર માં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્‍યો.જેનુ જૂન ર૦૧૧માં ઘોરણ ૩ અને ૪ સુઘી વિસ્‍તરણ કરવામાં આવ્‍યું તેમજ  દરેક તાલુકાની ૧૦ શાળાઓમાં અને કોર્પો રેશન વિસ્‍તારમાં ર૫શાળાઓમાં મળી કુલ ર૩૪૪ શાળાઓમાં આ કાર્યક્રમ ઘોરણ ૧ અને ર માં શરુ કરવામાં આવ્‍યો. જેનુ  જૂન ર૦૧રમાં 
ઘોરણ ૩ અને ૪ સુઘી વિસ્‍તરણ કરવામાં આવ્‍યું તેમજ  દરેક તાલુકાની ૫ શાળાઓમાં  આ કાર્યક્રમ ઘોરણ ૧ અને ર માં શરુ કરવામાં આવ્‍યો.જેનુ  જૂન ર૦૧૩માં ઘોરણ ૩ અને ૪ સુઘી વિસ્‍તરણ કરવામાં આવશે.તેમજ  દરેક તાલુકાની ૧૫ શાળાઓમાં  આ કાર્યક્રમ ઘોરણ ૧ અને ર માં શરુ કરવામાં આવશે.